સુખી થવા માટેની શોર્ટકટ
આધુનિક પ્રગતિ આપણને વધારે મૂરખ બનાવે છે…
ટોયલેટ ધોવા માટે અલગ હારપિક..
વળી,બાથરૂમ ધોવાનું અલગ..
ટોયલેટની દુર્ગંધ દૂર કરવા માટે ખુશ્બુ ફેલાવનારી ટિકડી પણ ટીંગાડવી જરૂરી..
કપડાં હાથથી ધૂઓ તો અલગ વોશિંગપાવડર અને મશીનમાં ધૂઓ તો ખાસ પ્રકારનો પાવડર (નહિતર તો વોશિંગમશીન બેકાર)
અને હાં કોલરનો મેલ કાઢવા માટે વ્હેનીશ તો ઘરમાં હશે જ..
હાથ ધોવા માટે નહાવાનો સાબુ ના ચાલે.. લિકવિડ જ યુઝ કરો,
સાબુથી તો કિટાણું ટ્રાન્સફર થાય છે..(આ તો એવી વાત છે કે કીડા મારનારી દવામાં જ કીડા પડી ગયા)
વાળ ધોવા શેમ્પુ જ પર્યાપ્ત નથી..કંડીશનર પણ જરૂરી છે..
પછી, બોડી લોશન,ફેસવોશ,ડિયો હેર જેલ, સનસ્ક્રીન ક્રીમ,સ્ક્રબ,ચામડીને ગોરી કરનારી ક્રીમ તો ખાસ ભૂલતા નહિ હો..
અને હાં (દૂધ જે પોતે જ શક્તિવર્ધક છે)એ જ દૂધની શક્તિ વધારવા હોર્લિક ભેળવવાનું ભૂલતા નહિ..
મુન્નાનું હોર્લિક અલગ, મુન્નાની મા નું હોર્લિક અલગ, મુન્નાના બાપા નું હોર્લિક ડિફરન્ટ..
શ્વાસમાં જો દુર્ગંધ આવે તો મીઠાંના કોગળા નહિ ચાલે,, મેડિકલ ના માઉથવોશ થી કોગળા જરૂરી છે…
તો શ્રીમાનજી જરાક વિચારો !
10-15 વરહ પેલા જે ઘરનો ખર્ચો મહિને 5000 ₹ હતો..આજ એવા ઘરમાં ખર્ચો 25000 ₹ને પાર પહોંચી ગયો છે…આમાં બધો દોષ મોંઘવારીનો નથી.. અમુક આપણી બદલતી વિચારધારા અને રાતદિવસ T.V. ઉપર આવતી જાહેરાતો નું પરિણામ છે..
હજી વિચારો..
અને બની શકે ત્યાં સુધી સીમિત સાધનોની સાથે સરળ અને સ્વદેશી જીવનશૈલી અપનાવો…અને છેલ્લે બસ એટલુંજ કહીશ
લાંબા વાહે ટૂંકો જાય,,
મરે નહિ પણ માંદો થાય.