હિમાલયની અંદર સાધના કરતા સાધકોની સાધનાનું રહસ્ય

0

હિમાલયમા નિવાસ કરતા સાધુ ઓ પર હાર્વડ ના વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન હાથ ધરવામા આવેલ છે. અને તેનુ પરિણામ તમામ ને આશ્ચર્ય મા મુકી દે તેવુ છે. આ થયેલા સંશોધન પર થી એક નવો ધર્મવાદ ઉભો થયો છે. હિંદુ અને બૌધ્ધ ધર્મ નો. પણ ધર્મ ઉપર કોઈ પણ જાત ની ટીકા કરવા નો હક્ક નથી હોતો. આમ જોવા જઈએ તો હિંદુ ધર્મ મા થી જ બૌધ્ધ ધર્મ નો જન્મ થયો. પણ બધા પોત-પોતાના અલગ-અલગ મંતવ્યો રજુ કરે છે.

સિક્કિમ રાજ્ય મા વૈજ્ઞાનિકો ની એક ટીમ દ્વારા સર્વોત્તમ ગુણ ધરાવનાર ભિક્ષુઓને નિહાળ્યા છે. આ ભિક્ષુઓ પોતાની સાધના મા એટલા રચયા-પચ્યા હોય છે કે તેનુ બોડી ટેમ્પરેચર ખુબ જ વધુ હોય છે અને તેના શિષ્યો તેના દેહ ને ઠંડુ રાખવા પ્રયત્નો કરે છે. કેમ કે દેહ સળગવા નો ડર રહે છે. આ ભિક્ષુઓ પોતાની પાચનક્રિયા ખુબ જ ઓછી કરે છે જેથી તેનુ બોડી ટેમ્પરેચર વધુ રહે. હિમાલય જેવા પર્વતો મા આશરે ૧૫,૦૦૦ ફુટ ની ઊચાઈ એ પણ તે સામાન્ય લોકો ની માફક જીવન ગુજારે છે.

આ દૈવિય શક્તિ ની માહિતી પ્રાપ્ત કરવા માટે હાર્વડ ની એક ટીમ ભારત ની ઉતરે આવેલ મઠ ની અંદર અમુક તિબેટ ના ભિક્ષુઓ ને આશરે ૪૦ ડીગ્રી સેં. તાપમાન ધરાવતા ઓરડા મા રાખ્યા. બાદ મા આ ભિક્ષુઓ ને ઠંડા પાણી મા ભિંજવેલ ચાદર ઓઢાડવા મા આવેલ કે જે કોઈ સામાન્ય વ્યક્તિ ને ઓઢાડવા મા આવે તો તેનુ મોત જ થાય. પરંતુ ‘જી-તુમ-મો’ નામ ની એક તકનીક થી તેના શરીર મા થી ઉર્જા ઉત્પન્ન થવા લાગી અને આ ચાદર પણ એકાદ કલાક મા સુકાઈ ગઈ.

૨૦ વર્ષ થી આ ટેકનીક પર રીસર્ચ કરનાર હર્બટ બેન્સન જણાવે છે કે આપણે જે ભિક્ષૂઓ ને જોઈએ છીએ તે વાસ્તવ મા તેવા હોતા નથી તે અલગ જ હોય છે. હાલ ના વસવાટ કરનારા લોકો તેને જાણતા નથી રીસર્ચ કરનારા એમ જણાવે છે કે આ સ્થાન પ્રાપ્ત કરવા માટે માનસીક સ્વસ્થતા અને અન્ય વ્યક્તિઓ નુ સારુ ઈચ્છવુ તેથી જ આ શક્તિઓ પ્રાપ્ત થાય છે.

આ રીસર્ચર ના મતાનુસાર ધ્યાન એક એવો માર્ગ છે કે જેના થી વ્યક્તિ પોતાની અંદર રહેલી શક્તિ ખીલવી શકે છે. આ કરવા થી માનસીક તણાવ દુર થાય છે. આ ક્રિયા મા અનેક સ્થિતી મહત્વ નો ભાગ ભજવે છે. આમ કરવા થી વ્યક્તિ ના આયુષ્ય મા પણ વધારો જોવા મળે છે

Leave A Reply

Your email address will not be published.