મકર સંક્રાંતિ તિથિ અને મહૂર્ત

આ વખતે કઈ તારીખે સંક્રાંતિ?

મકર સંક્રાંતિ પરંપરાગત રૂપથી 14મી જાન્યુઆરીએ ઉજવાય છે પરંતુ 2012થી મકર સંક્રાંતિની તિથિને લઈને કેટલીક મૂંઝવણ થતી આવે છે. પાછલા કેટલાક વર્ષોમાં મકર સંક્રાંતિ 14મીએ ઉજવાશે અથવા 15મી જાન્યુઆરીએ આ વાતને લઈને ચર્ચાઓ થાય છે. વર્ષ 2019માં પણ કંઈક આ પ્રકારની જ સ્થિતિ છે. ગૂગલ સર્ચ ઉપરાંત ઘણા કેલેન્ડર અને પંચાંગ મકર સંક્રાન્તિની તિથિ 14 જાન્યુઆરી બતાવી રહી છે તો ઘણા પંચાંગ 15મી જાન્યુઆરીના દિવસે મકર સંક્રાંતિ આવી રહી છે.

મકર સંક્રાંતિની સાચી તિથિ આ છે

જો તમે પણ આ વાતને લઈને મૂંઝવણમાં હોય કે મકરસંક્રાંતિ કઈ તારીખે ઉજવવી તો તમારી મૂંઝવણને દૂર કરો. ધાર્મિક અને જ્યોતિષ વિષયોના જાણકાર પં. જ્યગોવિંદ શાસ્ત્રી જણાવે છે કે તેમાં કોઈ શંકા નથી કે આ વર્ષે મકરસંક્રાંતિ 15મી જાન્યુઆરીના દિવસે છે. હકિકતમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ 14મી જાન્યુઆરીની સાંજે 7 વાગીને 50 મિનિટ કરે છે. શાસ્ત્રોના નિયમ મુજબ રાતમાં સંક્રાંતિ થવા પર આગામી દિવસે સંક્રાંતિ ઉજવાય છે. આ નિયમ અનુસાર જ મકર સંક્રાતિ 14 નહીં 15મી જાન્યુઆરીએ ઉજવાશે.

મકર સંક્રાંતિ મહૂર્ત પુણ્યકાળ

સંક્રાંતિના પુણ્યકાળના કારણે જ્યાં સુધી વાત નિયમની છે તો સંક્રાંતિના 6 કલાક પહેલા અને પછી પુણ્યકાળ હોય છે આથી 14મી જાન્યુઆરીએ 1 વાગીને 26 મિનિટથી સંક્રાંતિ સ્નાન કરી શકાશે. સૂર્યની ઉદયા તિથિના નિયમ અનુસાર 15મી જાન્યુઆરીએ બ્રહ્મમુહૂર્તથી સમગ્ર દિવસ સંક્રાંતિનું સ્નાન કરી શકાશે.

મકર સંક્રાંતિએ શું કરવું?

જ્યોતિષશાસ્ત્રના નિયમ અનુસાર સોમવારે સંક્રાંતિ હોવાથી તેને ધ્વાંક્ષી સંક્રાંતિ કહે છે. સૂર્યના પ્રવેશ સોમવારે સાંજે મકર રાશિમાં થઈ રહ્યો છે આથી આ મકર સંક્રાંતિ ધ્વાંક્ષી સંક્રાન્તિ કહેવાશે. આ સંક્રાંતિમાં દાનનું ખાસ મહત્વ બતાવાયું છે. કહેવાય છે કે આ સંક્રાંતિમાં કરાયેલું દાન લોક-પરલોક બંનેમાં સુખ અને સમૃદ્ધી પ્રદાન કરે છે. સંક્રાંતિ અવસર પર સ્નાન બાદ કાળા ધાબળા, ઉનના વસ્ત્રો, જૂતા, ભૂમિ, સોનું અને અન્યનું દાન કરી શકો છો. આ અવસરે ધાર્મિક પુસ્તકોનું દાન ખૂબ પુણ્યદાયી માનવામાં આવે છે. તમે પોતાની શ્રદ્ધા અનુસાર રામાયણ અથવા ગીતા દાન કરી શકો છો.

મકર સંક્રાંતિનો રાશિ પર પ્રભાવ

મકર રાશિમાં સૂર્યના પ્રવેશ ખાસ કરીને શુભ પ્રભાવ આપનારો હોય છે પરંતુ હજુ આ રાશિમાં કેતુ વિરાજમાન છે. આથી મકર રાશિમાં સૂર્યનું આગમન સામાન્ય ફળ આપશે. મકર રાશિમાં સૂર્યના આગમનથી તુલા, મિથુન અને કુંભ રાશિવાળાને નુકસાન થઈ શકે છે. આમ તો તુલા રાશિવાળાને આ સંક્રાંતિથી જમીન-મકાન અને ધનનો લાભ મળી શકે છે. ધન રાશિ રાશિના જાતકો પાછલા એક મહિનાથી આવતી પરેશાનીમાંથી થોડી રાહત અનુભવશે.