ખેડૂત આંદોલન વચ્ચે રિલાયન્સની સ્પષ્ટતાઃ કોર્પોરેટ ફાર્મિંગ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગની નથી કોઈ યોજના

મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની સહયોગી કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (આર.જે.આઇ.એલ.) દ્વારા આજે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવનારી  પિટિશનમાં ભાંગફોડિયા તત્વો દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદે કૃત્યને સંપૂર્ણ રીતે બંધ કરાવવા માટે તાત્કાલિક સરકારી હસ્તક્ષેપ કરવાની માગણી કરવામાં આવી છે. બંને રાજ્યોમાં થઈ રહેલા હિંસાત્મક કૃત્યના કારણે રિલાયન્સના કર્મચારીઓની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે અને મહત્વના કમ્યુનિકેશન ઇન્ફ્રસ્ટ્રક્ચર તથા વેચાણને નુકસાન પહોંચી રહ્યું છે અને પેટાકંપનીઓ દ્વારા સંચાલિત સર્વિસ આઉટલેટ્સની કામગીરીમાં વિક્ષેપ થઈ રહ્યો છે.

જે તત્વો તોડફોડ કરી રહ્યા છે તેમને સ્થાપિત હિતો ધરાવનારા અને વ્યાવસાયિક હરિફો દ્વારા ઉત્તેજિત કરવામાં આવે છે અને મદદ પણ કરાઈ રહી છે. રાજધાની નજીક ચાલી રહેલા કિસાન આંદોલનનો લાભ લઈને બદઇરાદો ધરાવનારા સ્થાપિત હતેચ્છુઓએ રિલાયન્સ વિરુદ્ધ અવિરત, મલિન તથા બદનામ કરવાનો ઇરાદો ધરાવતું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને કોઈ સત્યનો આધાર નથી.

  1. રિલાયન્સ રિટેલે વિશાળ અર્થતંત્રના કદનું મૂડીરોકાણ કરીને અને વિશ્વ કક્ષાની ટેક્નોલોજી આધારિત સપ્લાય ચેઇન દ્વારા ભારતનો સૌથી મોટો સંગઠિત રિટેલ વેપાર તૈયાર કર્યો છે, જેનાથી ભારતીય ખેડૂતો અને ગ્રાહકોને નોંધપાત્ર ફાયદો થયો છે.
  1. જિયોનું સંપૂર્ણ 4G નેટવર્ક ભારતના દરેક ગામડામાં વિશ્વ કક્ષાની ડેટા કનેક્ટિવિટી પૂરી પાડે છે અને તે પણ સમગ્ર વિશ્વમાં ન હોય તેવા સૌથી ઓછા અને પોસાય તેવા ભાવમાં, આમ કરોડો ભારતીય ખેડૂતો સુધી ડિજિટલ ક્રાંતિના ફાયદાઓ પહોંચાડ્યા છે. માત્ર ચાર વર્ષના ગાળામાં, જિયો 40 કરોડ વફાદાર ગ્રાહકો સાથે ભારતનો સૌથી મોટો ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર બની ગયો છે. 31 ઓક્ટોબર 2020ની સ્થિતિએ, પંજાબમાં જિયોના 140 લાખ સબસ્ક્રાઇબર્સ (રાજ્યના કુલ સબસ્ક્રાઇબરમાંથી અંદાજે 34 ટકા) અને હરિયાણામાં 94 લાખ (રાજ્યના કુલ સબસ્ક્રાઇબર્સમાંથી અંદાજે 34 ટકા) સબસ્ક્રાઇબર્સ છે. જિયોએ ગ્રાહકો મેળવવા માટે કોઈપણ પ્રકારના સ્થાપિત હિતોને નકારીને ક્યારેય જબરજસ્તીના કે ગેરકાયદે પગલાં લીધા નથી.
  1. હાલ ચાલી રહેલી કોવિડ-19 મહામારી દરમિયાન, જિયોનું નેટવર્ક ભારતના શહેરી અને ગ્રામીણ વિસ્તારો ઉપરાંત કરોડો ખેડૂતો માટે જીવાદોરી સાબિત થયું છે. ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકો ડિજિટલ વેપારમાં ભાગ લઈ શકે તે માટે જિયો મદદરૂપ પુરવાર થયું છે. લાખો લોકો ઘરે બેસીને કામ કરી શક્યા અને વિદ્યાર્થીઓ ઘરે બેસીને ભણી શક્યા છે. શિક્ષકો, તબીબો, દર્દીઓ, અદાલતો, વિવિધ સરકારી વિભાગો અને ખાનગી કચેરીઓ, ઉદ્યોગો અને ચેરિટેબલ સંસ્થાનોએ પણ જિયોનો ફાયદો મેળવ્યો છે. ઇમરજન્સી, ક્રિટિકલ અને જિંદગી બચાવી શકે તેવી સેવાઓ આપનારા તજજ્ઞોને પણ જિયોએ સેવાઓ આપી છે.

 પંજાબ અને હરિયાણાના સત્તાધીશો અને ખાસ કરીને પોલીસનો રિલાયન્સ હૃદયપૂર્વક આભાર માને છે કે તેમણે તોફાનીઓ સામે ત્વરિત પગલાં લીધા. તેના કારણે તાજેતરના દિવસોમાં તોડફોડના બનાવોમાં ઘટાડો નોંધાયો છે. જોકે, માનનીય હાઇકોર્ટ સમક્ષ પિટિશન દ્વારા અમારી કંપની તોફાની તત્વો અને સ્થાપિત હિત ધરાવનારાઓ સામે શિક્ષાત્મક અને કડક પગલાં લેવાની માગણી કરે છે, જેનાથી રિલાયન્સ પંજાબ અને હરિયાણામાં ફરી એકવાર તેનો વેપાર સરળતાથી કરી શકે.અમે લોકોને અને મીડિયાને વિનંતી કરીએ છીએ કે તેઓ સાચા તથ્યોથી અવગત થાય અને પોતાના લાભ અને ફાયદા માટે ખોટી માહિતી ફેલાવનારા તથા તથ્યવિહિન વાતો પ્રસારિત કરનારા તત્વોથી ગેરમાર્ગે દોરાય નહીં.(ડિસ્ક્લેમરઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પ્રેસ રિલીઝ પર આધારિત એક સ્પોન્સર્ડ આર્ટિકલ છે)