1971 બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ વિજયનું 50મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે યાદ કરીએ એક રોચક કિસ્સાને.
પ્રદીપ કુમાર મૌર્ય, 65 વર્ષના ભારતીય સદગૃહસ્થ વિમાન માર્ગે બાંગ્લાદેશના પાટનગર ઢાકા પહોંચ્યા. એરપોર્ટ પર કસ્ટમ ચેકિંગમાં તેમને હેંડબેગમાંથી પાસપોર્ટ શોધવામાં થોડી મિનિટો લાગી ગઈ. સમયના વ્યયથી અકળાયેલા બાંગ્લાદેશી કસ્ટમ અધિકારીએ તેમને ઊંચે અવાજે પુછ્યું,
સર, આપ ઇસ સે પહેલે કભી બાંગ્લાદેશ આયે હો?
વેટરન પેટ્ટી ઓફિસર મોર્ય સરે કબૂલ્યું હાં મેં પહલે ભી એક બાર બાંગ્લાદેશ આ ચુકા હું.
કસ્ટમ અધિકારી: ફિર તો આપકો પતા હોના ચાહિયે, કી યહાં કસ્ટમ ક્લિયરન્સ કાઉન્ટર પે આપકો અપના પાસપોર્ટ તૈયાર રખના હૈ.
હિન્દુસ્તાની પૂર્વ સૈનિકે જવાબ આપ્યો, છેલ્લે જ્યારે હું અહી આવેલો ત્યારે મારે પાસપોર્ટ બતાવવો નહોતો પડ્યો.
અશક્ય. ભારતીયોએ બાંગ્લાદેશમાં અરાઈવલ સમયે, હમેશા તેમના પાસપોર્ટ દેખાડવાજ પડે. કસ્ટમ અધિકારી બરાબરનો ગિન્નાયો.
વેટરન નૌસૈનિકે પેલા બાંગ્લાદેશીને ધારદાર નજરે નખશીખ ઘુર્યો પછી ઠંડે કલેજે ઉત્તર વાળ્યો…
1971નાં વર્ષે ડીસેમ્બર મહિનાનાં બીજા અઠવાડિયામાં વહેલી સવારે 5 કલાકે, જયારે મેં ભારતીય યુદ્ધજહાજમાંથી ઉતરીને ચિતાગોંગનાં દરિયા કિનારે તમારા આ દેશને આઝાદી અપાવવા પગ મુક્યો, ત્યારે મને ત્યાં એક પણ બાંગ્લાદેશી ન દેખાયો, કે જેને હું મારો પાસપોર્ટ દેખાડી શકું….”
બાંગ્લાદેશી ઓફિસરને હિન્દુસ્તાની નૌસૈનિકનો જવાબ સાંભળી પળવાર માટે પરસેવો છૂટી ગયો..
ટાંચણી પડે તો પણ અવાજ સંભળાય તેવો સન્નાટો એરપોર્ટ પર અનુભવી શકાતો હતો……
જય હિન્દ.