હવે બાઇક શરૂ કરવા નહીં પડે ચાવીની જરૂર, ફિંગર પ્રિન્ટથી જ થઈ જશે ચાલુ
દર વર્ષે ટેક્નોલોજી વધુને વધુ એડવાન્સ થતી જાય છે. હાલ કિક સ્ટાર્ટની સાથે સેલ્ફ સ્ટાર્ટ બાઇક પણ લોન્ચ થઈ રહી છે. હવે ટેકનોલોજી તેનાથી પણ બે ડગલા આગળ વધી ગઈ છે. ઓટો મોબાઇલ કંપનીઓ બાઇકને હાઇટેક બનાવવા માટે તેમાં ફ્યૂચર ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. નેવોં એક્સપ્રેસ ફિંગરપ્રિંટથી સ્ટાર્ટ થનારી બાઇક લઇને આવ્યુ છે. જેમાં ફિંગર ટચ કરવાની બાઇક સ્ટાર્ટ થાય તેવી સુવિધા આપવામાં આવી છે.
આ રીતે કરશે કામ
એડવાન્સ ફિચરથી લેસ આ બાઇકમાં ફિંગરપ્રિંટ સ્માર્ટફોન કે કોઇ બાયોમેટ્રિક લોકની જેમ કામ કરશે. બાઇક ચલાવતાં પહેલા ચાલકે તેની ફિંગર તેમાં સેવ કરવી પડશે. જે બાદ ફિંગરપ્રિંટથી બાઇક સ્ટાર્ટ થઇ જશે. બાઇકને સ્ટાર્ટ કરવા ચાવીની પણ જરૂર નહીં પડે.
કરાવવું પડશે રજિસ્ટ્રેશન
જો તમે આ બાઇક ખરીદવા ઇચ્છો છો તો સૌથી પહેલા કંપનીની વેબસાઇટ પર જઇને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન માટે નામ, કંપની, ઈમેલ આઈડી, કોન્ટેક્ટ નંબર, શહેર, દેશ અને એડ્રેસ આપવું પડશે. ઉપરાંત તમારી જાણકારી સાથે જોડાયેલા તમામ ડોક્યમેંટ પણ વેબસાઇટ પર અપલોડ કરવા પડશે. આ બાઇકની કિંમત કેટલી હશે તેનો કોઇ ખુલાસો હજુ થયો નથી.